નેત્રંગ નગરમા રામ નવમીના દિવસે શ્રીરામ લલ્લા નેત્રંગ નગરમાં ભક્તોનું ઘોડાપૂર સાથે ગોનગરચર્યાએ નીકળ્યા.
નેત્રંગ નગરમા રામ નવમીના દિવસે શ્રીરામ લલ્લા નેત્રંગ નગરમાં ભક્તોનું ઘોડાપૂર સાથે ગોનગરચર્યાએ નીકળ્યા.
નેત્રંગ નગરમાં શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથો સાથ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા જય શ્રી રામ ના ગગભેદી નારાઓ સાથે યોજાઈ.
જીનબજાર ખાતે આવેલા રામજી મંદિર ખાતે ચાલુ સાલે ચૈત્ર સુદ નોમ ને તા.૩૦-૦૩- ને ગુરુવારના રોજ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી યાદગાર બની રહે એ માટે નગરના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.
નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલા, ૩૦ જેટલા હેડ કો્સ્ટેબલ, પોલિસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ તેમજ ૩૦ જી.આર.ડી મળી કુલ ૬૧ પોલીસ થકી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઇને ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
નગરમાં આવેલા શ્રી કંકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી રાધાકૃષ્ણ મંદિર) જીન બજાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ નેત્રંગ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ) તેમજ સમસ્ત હિન્દુ સમાજ થકી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે જલારામ મંદિર ગાંધીબજારથી રામજી ની આરતી કરી પ્રસ્થાન થઈ હતી. જે જલારામ ફળિયું, બસ સ્ટેન્ડ પાસે આવી પોહંચતા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા આવી પોંહચી શ્રીરામજીની પ્રતિમાની પૂજા અર્ચના કરી. જે બાદ જવાહરબજાર, ચાર રસ્તા થઈ જીનબજાર રામજી મંદિરે સમાપન થઈ હતી. જ્યાં સાંજે ૬ કલાકે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. શ્રીરામ જન્મોત્સવને લઈ નગરનાં તમામ બજારોમાં હિન્દુ દુકાનધારકો પોતપોતાની દુકાનો સ્વૈછિક બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા.
બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
૭૪૯૦૯૫૩૯૦૯
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.