તા.૧૩ મે એ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તા.૧૩ મે એ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે
તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિનિયર સિવીલ જજ, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મજુર કાયદાને લગતા કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય) ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમ, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મુકી શકાશે.
વધુમાં જે સબંધકર્તા પક્ષકારો પોતાના પેન્ડીંગ કેસો આ લોક અદાલતમાં મુકવા ઇચ્છુક હોય તો તેઓએ સબંધિત કોર્ટ અથવા સબંધિત તાલુકા કાનુની સેવા સમિતિનો તા.૧૩/૦૫/૨૦૨૩ સુધીમાં કે તે પહેલા સંપર્ક કરવા જણાવાયું છે. કાનુની સેવા સત્તા મંડળ અધિનિયમના નિયમ-૨૧ હેઠળ લોક અદાલતમાં જે કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઇ સબંધકર્તા તમામ પક્ષકારોને પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.