રાજકોટમાં ધો.4ની છાત્રા અચાનક ઢળી પડતાં બેભાન અવસ્થામાં મોત, તાવ-ઊલટી થતી હતી
હોળી-ધુળેટીના પર્વ બાદ ફરી એક વખત રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેમાં શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને ગઈકાલે તાવ ચડ્યા બાદ મોડી રાત્રે ઊલટી થઈ હતી અને તેણીનું સવારે બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.