અમરેલીમાંથી ગૂમ થયેલી દીકરીની ભાળ આપવા પિતાની અપીલ.
અમરેલીમાંથી ગૂમ થયેલી દીકરીની ભાળ આપવા પિતાની અપીલ.
અમરેલીની દિલસા દેવાણી નામની યુવતી તા. 23/03/2023 ના રોજથી ગુમ થઈ ગઈ છે. અમરેલીના હનુમાનપરા રોડ, ગોકુલ ગાર્ડન ખાતે રહેતા કેશવભાઈ પ્રેમજીભાઇ દેવાણીની દિકરી દિલસા ઉમર વર્ષ 22 અમરેલી આઈ.ટી.આઈ માં અભ્યાસ કરે છે તા. 23/03/2023 સવારના 8-30 વાગ્યે આઈ.ટી.આઈ. જવા નીકળેલ પરંતુ બપોર પછી દિલસા ઘરે પરત ન ફરતા તપાસ કરતાં માલૂમ પડેલ કે તે આઈ.ટી.આઈ.એ પહોચેલ નથી.
ત્યાર બાદ 24/03/2023 ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરીયાદ કરેલ છતાં પણ આજ દિન સુધી દિલસાની કોઈ ભાળ મળેલ નથી. મારી દીકરીની આ પોસ્ટ બને તેટલી વધુ શેર કરીને મને તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરવા મારી અપીલ છે. લિ. કેશવભાઈ પ્રેમજીભાઇ દેવાણી, અમરેલી.
રિપોર્ટ - અશ્વિન બાબરીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.