ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ*
*ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ*
*****
*સમાજશાસ્ત્ર વિષયમાં ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
*****
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પુર્ણ થયા બાદ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૧૧૮૧૪ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૦૦ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૧૫૮૭ અને અંગ્રેજી માધ્યમમાં ૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અનિવાર્યમ વ્યાકરણમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રાજ્યશાસ્ત્ર વિષયમાં કુલ ૪૫૦ વિધ્યાર્થીઓ પૈકી ૪૩૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં તમામ વિધ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
***************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.