તું મારો ફોન કેમ જોવે છે? કહી અમન પર તેના મિત્ર એ જ છરીના ઘા ઝીંક્યા - At This Time

તું મારો ફોન કેમ જોવે છે? કહી અમન પર તેના મિત્ર એ જ છરીના ઘા ઝીંક્યા


રસુલપરામાં મોબાઈલ ફોન જોવા મામલે અમન નામના યુવક પર તેના મિત્ર એઝાઝે છરીના ઘા ઝીંકી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી અમનભાઇ હુસેનભાઇ ઓડીયા (ઉ.વ.19) (રહે.કોઠારીયા સોલવન્ટ રસુલપરા મસ્જીદની પાછળ) એ જણાવ્યું હતું કે, તે આઇ.ટી.આઇ. મા અભ્યાસ કરે છે. તેના પીતાજી ઈંડાની લારી ચલાવે છે ગતરોજ સાંજના સમયે તે તથા રસુલપરામાં રહેતો એઝાઝ કાળુભાઇ દોઢીયા કાંગશીયાળી મેઇન રોડ સાગર ક્ધસ્ટ્રકશન ડેલાની બાજુમા હતા ત્યારે એઝાઝનો મોબાઇલ ફોન ઓટલા ઉપર પડેલ હતો. જે મોબાઈલ તે જોતો હતો ત્યારે ઉશ્કેરાયેલા એઝાઝ ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તુ મારો ફોન કેમ જોવે છે જેથી તેમને કહેલ કે, મને ખબર ન હતી કે આ મોબાઇલ તારો છે મારા થી ભૂલ થી જોવાઇ ગયેલ છે.જે બાદ ઝઘડો કરી એઝાંઝ ચાલ્યો ગયેલ હતો.
બાદમાં સાંજે સાત વાગ્યે અમન તેના મિત્ર સાહિલ સીદીક સાથે સાગર ક્ધસ્ટ્રકશનના ડેલાની બાજુમા પહોચેલ ત્યારે એઝાઝ પણ હાજર હતો અને ફરિયાદીને ગાળો આપી કહેવા લાગેલ કે, તે સાંજના મારો મોબાઇલ કેમ જોયેલ હતો કહી ગાળો આપવા લાગતાં તેને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ જઇ તેના હાથમા છરી છુપાવેલ છરી વડે હાથમાં ઘા ઝીંક્યો હતો અને બીજો ઘા પેટના ભાગે ઝીંકી દેતા યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. બનાવમાં તેનો મિત્ર વચ્ચે પડતાં એઝાઝે કહેલ કે, આજે તો તુ બચી ગયેલ છો ફરીથી સામે આવીશ તો તને હુ જાનથી મારી નાખીશ કહી નાસી છૂટ્યો હતો. જે બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી હુમલો કરનાર એઝાઝ સામે તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.