હું તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી ૪૦ ખેડૂતો ની રેવન્યુ રસ્તા વાંકે ખેતી ની જમીન બિન ખેડવાણ આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ના રહીશો ને કાયમી રસ્તો ક્યારે ?
હું તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી
૪૦ ખેડૂતો ની રેવન્યુ રસ્તા વાંકે ખેતી ની જમીન બિન ખેડવાણ આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ના રહીશો ને કાયમી રસ્તો ક્યારે ?
દામનગર શહેર માં ૪૦ થી વધુ ખેડૂતો ની ખેતી ની જમીન રેવન્યુ રસ્તા વાંકે બિન ખેડવાણ અને ખૂબ મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર રહીશો ની રેલવે ટ્રેક ઓળગી ને થતી અવજજવર આ છે સૌનો સાથ સૌનો વિકાસ ? ખેડૂતો ની આવક બમણી કેમ થશે ? નગરપાલિકા ની જોગવાઈ અને શહેરી વિકાસ માં નિર્દિષ્ટ કરોડો નું કોમ્પ્લેક્ષ હોય તો પણ જેને ખરીદી પાડી શહેરીજનો ને જાહેર રસ્તો આપવાનો નિયમ હોવા છતાં પાલિકા તંત્ર ની અણઆવડત કે કરકસર જે કહો તે પણ વારંવાર કાયમી રસ્તા ની માંગ પ્રાંત અધિકારી શ્રી મદદનિશ કલેકટર ના સંકલન તેમજ અમરેલી જિલ્લા કલેકટર શ્રીના સંકલન માં તત્કાલીન ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ને રજૂઆતો પછી લાઠી તાલુકા મામલતદાર શ્રી ની સ્થળ વિજીત થઈ સંકલન માં થયેલ આદેશો પછી પણ કાયમી રસ્તા ઓ માટે લબડતા શહેરીજનો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળશે કે કેમ ? સંકલન માં રસ્તા પ્રશ્ને રેલવે તંત્ર એ પણ હકારાત્મક વલણ દર્શાવ્યું પણ પાલિકા ના સત્તાધીશો ના પેટ નું પાણી હલતું નથી શુ ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તેમાં પાલિકા તંત્ર ને કેમ રસ નથી ? વરસતા વરસાદ ના ચાલતા પાણી અને ભૂગર્ભ ગટર ના ગંદા પાણી માંથી અવરજવર કરતા ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો પાલિકા નહિ આપે તો કોણ આપશે ? ભારે હાલાકી ભોગવતા વિસ્તાર ને કાયમી રસ્તા ની સુવિધા નો હક્ક અધિકાર નથી ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.