અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા રાજુલા તાલુકાની આકસ્મિક મુલાકાત
ઈ-શ્રમ કાર્ડ,આભા કાર્ડ,ગ્રામ પંચાયત દ્વારા કરાતા કાર્યો વિગેરે વિષેની વિસ્તૃત જાણકારી હેતુ જીલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવ સાહેબ દ્વારા રાજુલા તાલુકાની આકસ્મિક મુલાકાત કરી જમીની હકીકતની માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો.
ભેરાઈ,નિંગાળા,કથીવદર અને ડુંગર ગ્રામ પંચાયતની મુલાકાત કરી વિકાસના કામો,નરેગા યોજના હેઠળના પંચાયત ઘરની મુલાકાત તેમજ ઈ-શ્રમ કેમ્પની મુલાકાત કરી તાલુકા વિકાસ અધિકારી હિતેષ પરમાર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કરી ઈ-શ્રમ કાર્ડમા હિતેષ પરમાર દ્વારા કરાતી કામગીરીને બીરદાવેલ.
ભેરાઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી જરૂરી સૂચનો કરી સ્ટાફ દ્વારા આભા કાર્ડ,ટેલિમેડીસીન કોલ અને બિનચેપી રોગોના સ્ક્રીનીગ સહિતની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા પાસેથી મેળવી કામગીરીને વેગવતી બનાવવા જણાવેલ.
અમરેલી જીલ્લાના દરેક લોકો દ્વારા ઈ-શ્રમ કાર્ડ કઢાવી તેમા સમાવિષ્ટ સરકારશ્રીની યોજનાનો લાભ લેવા ડીડીઓ દિનેશ ગુરવ દ્વારા અપીલ કરવામા આવેલ તેમજ મુલાકાત દરમિયાન ટીડીઓ હિતેશ પરમાર,ટીએચઓ ડો.એન.વી.કલસરીયા,શામજી સોલંકી,સ્થાનિક સરપંચશ્રી,તલાટી મંત્રીશ્રી ગીગાભાઈ વાઢેર અને નિકેતન ભટ્ટ તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહેલ જે યાદીમા જણાવેલ છે.
રિપોર્ટર:- આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.