માવઠાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે વળતર આપવા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત - At This Time

માવઠાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે વળતર આપવા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત


માવઠાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે વળતર આપવા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત.

પ્રા.જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવી રજુઆત કરી.

અમરેલી : ગુજરાત ભરમાં માવઠાથી થયેલ નુકશાન અંગે સર્વે કરાવી વળતર આપવા રાજયમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ભા.જ.પ. અગ્રણી પ્રા.જે.એમ.તલાવીયાએ રજુઆત કરી છે.
ગુજરાત રાજ્યમાં હાલ છેલ્લા દસ - બાર દિવસથી કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વારસાદ (માવઠું) વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. શિયાળુ રવિ પાક, ઉનાળુ પાકનું વાવેતર અને ચીકુ - કેરી - દાડમ જેવા ફળફળાદી રોકડીયા પાકને ભારે નુકશાન થયું છે. ઉપરાંત રાજ્ય ભરના માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને પણ વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતો પાયમાલ - બેહાલ થઈ ગયા છે. આવા કપરા સમયમાં રાજ્ય સરકારે ત્વરિત ધોરણે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને સહાય કરવી આવશ્યક છે. તેમજ પાક વીમો મંજુર કરાવી વીમા - વળતર રકમ સત્વરે અપાવવા પ્રા.જે.એમ.તલાવીયાએ પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાસાહેબ, રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાસાહેબ, અમરેલીના લોકસભાના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાસાહેબ અને અમરેલીના ધાસભ્ય અને ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાસાહેબ વગેરેને આ અંગે પત્રો પાઠવી જાણ કરી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.