બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ - At This Time

બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ


બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ

આજરોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર 108 એમ્બ્યુલન્સમાં સવારે ૬ વાગ્યે પચ્છેગામ વાડી વિસ્તારનો કેશ આપતા ૧08 ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા અને વરસાદી વાતાવરણથી દર્દી શારદાબેન રમેશભાઈને બળદ ગાડામા બેસીને આવતા હતા ત્યાં અચાનક ડિલીવરીનો દુખાવો ઉપડતા 108ના ઈ એમ ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ ગોહિલ ચેતન સિહ એમ્બુલન્સની સાઇડની ફોક્સ ગાઈટ શરૂ કરીને બાળદગાડામાં જ ડિલીવરી કરાવી ડિલીવરી બાદ દર્દીને ચક્કર ધૂજારી અને લોહિ વહન હોવાથી ઇએમટી અજય ભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને તાત્કાલિક ઓકસીજન; ઇન્જેક્શન ; પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી અને માતા બાળકનો જીવ બચાવેલ અને સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ ગયેલ હોય ત્યારે દર્દીના સગાવ્હાલા તેમજ ખેડૂતભાઈ એ 108નો આભાર માનેલ

૨૪ કલાકમાં ઇએમટી ડાભી અજયભાઈએ અને પાયલોટ ગોહિલ ચેતન સિહે અલગ અલગ ગામ ડમરાળા અને પચ્છેગામે ઘટનાસ્થળ પર કીટીકલ ડિલીવરી કરાવેલ અને માતા બાળકને સારવાર આપેલ
આમ 108 ગારીયાધારની ટીમ સતત અવારનવાર સરાહનીય કામગીરી કરતી જોવા મળી રહે છે

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 9439978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.