ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એસ્ટેટ બ્રોકર ઝડપાયો - At This Time

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એસ્ટેટ બ્રોકર ઝડપાયો


સૌરાષ્ટ્ર હાઈસ્કુલ પાસેથી ક્રિકેટ મેચ પર સટો રમતા એસ્ટેટ બ્રોકર જીજ્ઞેશ વઘારીયાની ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.10 હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કુલના ગેટ પાસે એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમે છે
તેવી બાતમીનાં આધારે હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા,કોન્સટેબલ નગીર ડાંગર, સહીતના સ્ટાફે બાતમીના સ્થળેથી જીજ્ઞેશ ધીરજલાલ વઘારીયા ઉ.વ.36, ધંધો જમીન મકાન લે વેચ (રહે.ગોંડલ રોડ, જીમ્મીટાવર ઓફીસ નં.331, મુળ અંકુર સોસાયટી મોરબીને પકડી તેની પાસે રહેલ મોબાઈલમાં તપાસ કરતા તેના મહાકાલ બુક 777 કોમ નામની આઈડીમાં ક્રિકેટ મેચનો જુગાર રમી અલગ અલગ ગ્રાહકોનાં સોદાઓ પાડી જુગાર રમતો હોવાનું માલુમ પડતાં રૂા.10 હજારના મુદામાલ સાથે દબોચી પૂછપરછ હાથ ધરી હતી.પૂછપરછમાં આરોપીએ આઈડી.ઓનલાઈન ખરીદયાનું કબુલ્યુ હતું.

9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon