દામનગર મોર્ડન ગ્રીન તાલુકા શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ ઉજવણી. "ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ જ મારું રજવાડું" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/inpqukdv24qdp0sl/" left="-10"]

દામનગર મોર્ડન ગ્રીન તાલુકા શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ ઉજવણી. “ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ જ મારું રજવાડું”


દામનગર મોર્ડન ગ્રીન તાલુકા શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ ઉજવણી. "ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ જ મારું રજવાડું"

દામનગર મોર્ડન ગ્રીન તાલુકા શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ ઉજવણી
આજ રોજ દામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર એક ગ્રીન સ્કૂલમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ચકલી એટલે નાના બાળકોને પ્રિય પક્ષી અને બાળપણની યાદો તાજી કરતું
પક્ષી એ ચકલી હવે કોંક્રિટના જંગલોમાં ખોવાઈ ગઈ છે.માણસો વચ્ચે રહેવું ચકલીને ખૂબ જ ગમે છે ત્યારે કવિ શ્રી રમેશ પારેખની પંક્તિ ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ જ મારું રજવાડું શબ્દો સૂચવે છે કે
પર્યાવરણમાં ચકલીનું કેટલું મહત્વ છે આ શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ દિવસે દરેક બાળકોએ ચકલીના માળા બનાવી ચકલી બચાવ અભિયાનમાં પોતાની ભાગીદારી દર્શાવી છે જેમાં દામનગર તથા અન્ય શહેર અને રાજ્યોમાં માળા બનાવી ચકલી બચાવવાના અભિયાનમાં જોડાયેલ
પ્રકાશભાઈ અડીયેચા એ વિદ્યાર્થીઓને ચકલી ના માળા આપી ખૂબ જ પ્રોત્સાહિત કર્યા શાળાના આચાર્ય જીગ્નેશભાઈ વાઘેલા તેમજ શિક્ષક મિત્રોએ બાળકોની આ પ્રવૃત્તિને ખૂબ જ આવકારી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]