રાજુલા ખાતે આશા બહેનોને OEEE વિશે તાલીમ અપાઈ - At This Time

રાજુલા ખાતે આશા બહેનોને OEEE વિશે તાલીમ અપાઈ


આંખ,નાક,કાન,ગળુ અને મોઢાની સંભાળ અને તેના રોગો તેમજ ઈમરજન્સીમા કેવા કૌશલ્યો દ્વારા લોકોનુ જીવન કેવી રીતે બચાવી શકાય તે માટે ગ્રામ્ય કક્ષાએજ આશા બહેનો સરળતાથી સારવાર આપી શકે તેવા હેતુથી અમરેલી જીલ્લાના રાજુલા,ખાંભા અને જાફરાબાદ તાલુકાના ૪૦ આશા બહેનોને ડિસ્ટ્રીક તાલીમ કેન્દ્રના સીનીયર એમ.ઓ. ડો.કે.એ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ડો.જયકાંત પરમાર,ડો.એન.આર.ધડુક અને ડો.પરવડીયા સાહેબ દ્વારા ખૂબ જ સાદી અને સરળ ભાષામા પ્રોજેક્ટર દ્વારા પ્રેક્ટિકલ સાથે ૫ દિવસની તાલીમ આપી આરોગ્ય વિષયક કામગીરી વિશે જાગૃત કરાયા.

ગ્રામ્ય કક્ષાએ કામ કરતા પાયાના કાર્યકર એવા આશા બહેનોને વિવિધ પ્રકારની આરોગ્ય વિષયક માહિતી આપી જ્ઞાનમા વૃદ્ધિ કરી સમુદાયમાં જાગ્રુતિ લાવી શકાય અને ગંભીર રોગોને અટકાવી શકાય તે માટેની તાલીમો ડૉ.કે.એ.ચૌહાણ અને ચેતનભાઈ ત્રિવેદી દ્વારા આપી યોગ્ય કૌશલ્ય પૂરું પાડવામા આવી રહ્યું હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.

રીપોર્ટ:- આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.