ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં માર્કેટિંગ યાર્ડમાં રાય-રાયડો ઘઉ જુવાર કઠોળ જેવી અન્ય વસ્તુઓની મબલખ આવક વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો ચિંતામાં
તા:15 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ખેડૂતોને ઊંચા-નીચા ભાવ મળતાં જોવાં મળ્યાં હતાં જેમાં તારીખ 13 થી 15 સુધી હવામાન વિભાગે આગાહી કરતાં હાલ વરસાદી માહોલ જેવું વાતાવરણ હોવાથી આજે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં અનાજ કઠોળની આવક થતાં અનેક ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં જેમાં કોડીનાર તાલુકાનાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં આજે નીચા ભાવે પણ ઘઉં વેપારી દ્વારા ખરીદી કરવામાં આવી રહી હતી અને અનાજ કઠોળમાં પણ ઊંચા-નીચા ભાવ જોવાં મળ્યાં હતાં જ્યારે ઉપર વરસાદી માહોલ હોય ત્યારે ખેડૂતો પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડી દેતા પોતાની મજબૂરી ખાતર પણ ઊંચા-નીચા ભાવમાં વહેંચીને આવવાનો વારો આવ્યો હતો
જેમાં ખેડૂતોની એવી માંગણી હતી કે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાનાં ભાવે ખેડૂતોનાં ઘઉંની ખરીદી થાય અને ચણાની કઠોળની ખરીદી થાય તો ખેડૂતને ઊંચા ભાવ મળે એવી માંગણી પણ ઉઠવા પામી હતી જો આવું ને આવું વરસાદી માહોલ અને વાતાવરણ રહ્યું અને માવઠું થાય તો ખેડૂતોનો માર્કેટિંગ યાર્ડમાં માલ પલળી જવાની પણ પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી હતી ત્યારે આજે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આ જગતતાત ખેડૂતોની હાલત જોવાં મળી હતી ત્યારે ખેડૂતોએ એ ઉગ્ર રજૂઆત કરી હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે અનાજ કઠોળની ખરીદી થાય અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તો અનેક ખેડૂતોને ફાયદો થાય એવી ઉગ્ર માંગણી રજૂઆત કરી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીરગઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.