બોટાદ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક યુદ્ધ નશે કે વિરુદ્ધ વિષયે સમીક્ષા બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક યુદ્ધ નશે કે વિરુદ્ધ વિષયે સમીક્ષા બેઠક યોજાઇ
આજરોજ જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત “એક યુદ્ધ નશે કે વિરુદ્ધ” વિષય પર જોઈન્ટ એક્શન પ્લાનની કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હીની સૂચના અન્વયે જિલ્લામાં પ્રીવેંશન ઓફ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એબ્યુસ ચિલ્ડ્રન એન્ડ ઈલિસીટ ટ્રાફિકિંગ અંતર્ગત કલેક્ટરશ્રીએ જોઈન્ટ એક્શન પ્લાનના ઇન્ડિકેટર મુજબ સંલગ્ન અધિકારીઓ સાથે કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ફાર્મસી, મેડીકલ સ્ટોરમાં સી.સી.ટી.વી. લગાવવા અંગે કરેલ જાહેરનામાનો અમલ કરાવવા, શાળાઓમાં થતા જાગૃતિલક્ષી કાર્યક્રમો, પોલીસ વિભાગ દ્વારા જે.જે.એકટ 2015ની કલમ 77, 78ના અમલીકરણ બાબત થતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી તેમની સમીક્ષા કરી હતી. તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે દુકાનોમાં સ્ટીકર્સ લગાવવા, શહેરમાં હોર્ડીંગ લગાવવા બાબતે સૂચના આપતાં કલેક્ટરએ સંબંધિત વિભાગનાં અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી(ઇ.ચા.) મુકેશ પરમાર, પોલીસ અધિક્ષક(ઇ.ચા.) એ.એ.સૈયદ, મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયા., જિલ્લા શિક્ષણાધિકારી(ઇ.ચા.) વિક્રમસિંહ પરમાર, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી(ઇ.ચા.) ડી.કે.જાડેજા, ડ્રગ ઇન્સ્પેક્ટરશ્રી ઠુમ્મર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઇ ડવ, સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.