જીલ્લામાં 11 વોલ્ટના તોતિંગ 12 વિજપોલ ભારે પવનોના કારણે ધરાશય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/idejam0l1sh6aptk/" left="-10"]

જીલ્લામાં 11 વોલ્ટના તોતિંગ 12 વિજપોલ ભારે પવનોના કારણે ધરાશય


મહીસાગર જિલ્લામાં ગત રાત્રી દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિજપોલ ધરાસાયી થવાની ઘટના આમે આવી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કુલ 11- વોલ્ટના તોતિંગ 12 વિજપોલ ધરાસાયી થયા છે. તેમજ અન્ય વિસ્તારોમાં પણ MGVCL દ્વારા તાપસ હાથ ધરવામાં આવી રહી છે. હજી કેટલા વિજપોલ તૂટ્યા તેની તપાસ ચાલી રહી છે. તો આ વિજપોલ ધરાસાયી થવાનો આંકડો વધી પણ શકે છે. ત્યારે મહીસાગર MGVCL ના અધિકારીના જણાવ્યા પ્રમાણે અંદાજીત 50 હજાર કરતા વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ત્યારે વિજપોલ ધરાસાયી થતા અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]