ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


*ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ*

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઘાંઘળીથી શિહોર તરફ શંકાસ્પદ મોટર સાયકલ સાથે આવતાં માણસ અંગે બાતમીરાહે મળેલ હકિકત આધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં તા.૦૫/૦૩/૨૦૨૩નાં રોજ ભાવનગર,મેઇન બજાર બીજનેસ સેન્ટર પાસેથી મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ અંગે ગંગાજળીયા પોલીસને જાણ કરી આગળની તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

*આરોપીઃ-* સંદીપભાઇ કાળુભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.ગુરૂકુળની પાછળ,ગણેશનગર શિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-* કાળા કલરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર-GJ-04-BD-1857 કિ.રૂ.૩૦,૦૦૦/-
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-* ગંગાજળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૦૨૨૯ ઇ.પી.કો. કલમઃ- ૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, હરિચંદ્દસિંહ ગોહિલ તથા નેત્રમ કંટ્રોલ રૂમટીમ જોડાય હતી. અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon