આટકોટ જૂના પીપળીયા પ્રા. શાળાનાં શિક્ષકની નેશનલ ઍજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી - At This Time

આટકોટ જૂના પીપળીયા પ્રા. શાળાનાં શિક્ષકની નેશનલ ઍજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી


આટકોટ જૂના પીપળીયા પ્રા. શાળાનાં શિક્ષકની નેશનલ ઍજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે પસંદગી

સ્ટેટ ઈનોવેશન એન્ડ રિસર્ચ (SIR)ફાઉન્ડેશન અને IIM-અમદાવાદ,સળષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક-અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ ઍજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ' માટે ઈનોવેટીવ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે સર ફાઉન્ડેશન સોલાપુર (મહારાષ્ટ્ર)દ્વારા ગુજરાતમાંથી કુલ ૧૯ સારસ્વતોની પસંદગી કરવામાં આવી હતી. સર ફાઉન્ડેશન ૨૦૦૬થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્માન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરના ઈનોવેટીવ શિક્ષકોના ડેટા કલેકશન કરી તેના આધારે દેશભરમાંથી ૨૫૦ ઈનોવેટીવ આઈડિયા પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળાના શિક્ષક આશિષભાઈ વિઠ્ઠલભાઈ રામાણીની પસંદગી કરવામાં આવી અને તેમણે કરેલા ઈનોવેશન બદલ મહારાષ્ટ્રનાં પદ્મશ્રી ગીરીશજી પ્રભુણે(શિક્ષણશાષાી અને સમાજસેવક), એચ.એન.જગતપ (શિક્ષણશાષી),અને સુહાસીની શાહ(ડાયરેક્ટર- પ્રિસીજનકંપની)ના વરદ હસ્તે આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અને ઈનોવેટીવ કાર્યની નોંધ લઈ તેની પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

(તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.