જસદણ શહેર પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર કમૉસમી વરસાદ વરસતા નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જસદણ શહેર પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર કમૉસમી વરસાદ વરસતા નિચાણ વાળા
વિસ્તારોમાં પાણી ભરાયા
કમોસમી માવઠા થી પશુઓના ઘાસચારા પલળી ગયા ઘઉં જીરુ ચણા જેવા પાકોને વ્યાપક નુકસાન થી ખેડૂતો પશુપાલકોમાં ચિંતા મોજુ ફરી વળ્યું છે
જસદણ શહેર અને તાલુકા પંથકમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ જોરદાર પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ ખાબક્યો હતો કમોસમી માવઠાના ધોધમાર વરસાદ સાથે બરફના કરાનૉ પણ વરસાદ થયો હતો આ વરસાદને લીધે શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણીના પૂર આવ્યા હતા તો માવઠાને લીધે ઘઉં જીરુ ચણા જેવા વિવિધ પાકોમાં જોરદાર નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો છવાયા છે આ ઉપરાંત પશુઓ માટેનો ચારો જુવારની કડબ ઘઉનુ કુવળ ચણાનુ ખારીયું મગફળીનૉ પાલૉ જૅવા સુકા ઘાસચારાઓ પલળી ગયા હતા તે સડી જવાના ભઈ થી પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે ફાગણ મહિનામાં માવઠું થતા ખેડૂતો તથા પશુપાલકો ભારે મૂંઝવણ જેવી સ્થિતિમાં મુકાયા છે.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.