લુણાવાડા બસ સ્ટેશન સામે દુધ ભરેલુ ટેન્કર પલટી માર્યુ - At This Time

લુણાવાડા બસ સ્ટેશન સામે દુધ ભરેલુ ટેન્કર પલટી માર્યુ


મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર ખાતેના બસ સ્ટેશન સામેના મુખ્ય હાઇવે માર્ગ પર દૂધ ભરેલા ટેન્કરે પલટી મારી હતી. મોડાસાથી ગોધરા તરફ જતું દૂધ ભરેલું મીની ટેન્કર પલટી મારી જતા હાઇવે માર્ગ પર દૂધની રેલમછેલ થઈ હતી.બનાવ અંગેની પ્રાથમિક માહિતી મુજબ મોડાસા તરફના રોડ પરથી એક સફેદ કલરની મહારાષ્ટ્ર પાર્સિંગ બોલેરો ગાડીનું મીની ટેન્કર ગોધરા રોડ તરફ જઈ રહ્યું હતું. તે સમયે લુણાવાડાના એસ.ટી બસ સ્ટેશન સામેના માર્ગ પર પટલી મારી ગયું હતું. વાહન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ આ વાહન કોઈ ખાનગી ડેરીનું હોવાનું લાગી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.