સમગ્ર કાઠી દરબાર સમાજનું ગૌરવ લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ જામીન મુક્ત થતાં ઠેકાણે સન્માન સ્વાગત - At This Time

સમગ્ર કાઠી દરબાર સમાજનું ગૌરવ લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ જામીન મુક્ત થતાં ઠેકાણે સન્માન સ્વાગત


સમગ્ર કાઠી દરબાર સમાજનું ગૌરવ લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ જામીન મુક્ત થતાં ઠેકાણે સન્માન સ્વાગત

સમગ્ર કાઠી દરબાર સમાજનું ગૌરવ લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ જામીન ઉપર છુટતા તેમના સગા સબંધી મિત્રો મા દીવાળી દશેરા જેવો આનંદ ના માહોલ સાથે ચારેકોરથી અભિનંદન શુભેચ્છા ની વષાઁ વરસી રહી છે અને સાથે ઠેક ઠેકાણે સન્માન સ્વાગત ના કાયઁક્મો યોજાય રહ્યા છે દેવાયતભાઈ ખવડ જામીન મુક્ત થતાં સીધા આઈશ્રી સોનલમાના ધામ મઢટા દશઁને ગયેલ અને ત્યાર બાદ સુદામડા ધાંધલપુર રાજવી પરિવાર ના વનરાજભાઇ ખવડે ખવડ પરીવાર ના કુળદેવી મોમાઈમાતીજી ના મંદિરે અને સુદામડા શ્રી સુયઁ મંદિરે દશઁન કરાવી થાળ ધરેલ અને સાલ ઓઢાડી સન્માન કરેલ તેવીજ રીતે સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા એ ગેબી પરમ પરાની જગ્યા લોમેવધામ ધજાળા ઠાકર ના દશઁને લઈ જવા ની માનતા બાધા રાખેલ તેથી ધજાળા દશઁને લઈ ગયેલ ત્યા ધજાળા લોમેવધામ ના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી ભરતબાપુ દ્વારા દેવાયતભાઈ સાલ ઓઢાડી લોમેવધામ નો ફોટો અપઁણ કરી સન્માન સાથે અંતર ના આશીર્વાદ આપેલ તેમજ સામતભાઈ જેબલીયા દ્વારા કેસરીયો રજવાડી સાફો બાંધી શકિત રૂપેણ રજવાડી તલવાર અપઁણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરેલ તેમજ ત્યાં થી પાળીયાદ શ્રી વિહળાનાથની જગ્યા મા દશઁને જતા પરમ પુજ્ય મહંત મહારાજ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ નિર્મળાબાશ્રી એ આશીર્વાદ આપ્યા અને શ્રી ભયલુબાપુ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ અને શ્રી ભયલુબાપુ સાથે સાંજનો પ્રસાદ સાથે લઈ વિદાય લીધી અને પાળીયાદ રાજવી પરિવાર ના પ્રતાપભાઈ ખાચર ,,પાટીઁ,, સાથે ચા પાણી પીધાં ત્યાથી તેમના પરમ મિત્ર હરહંમેશ તેમની સાથે હોય તેવા અળવ દરબાર સાહેબ શ્રી ભાભલુભાઈ ખાચર,,ઉર્ફે,,ભાભા,, ને ત્યાં જવા રવાના થયા અને હજી દરોજ ઠેક ઠેકાણે સન્માન સ્વાગત ના કાયઁક્મ યોજાશે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.