પ્રોહી લિસ્ટેડ દિલીપ નામના બુટલેગર ને મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે ખસેડ્યો
પંચમહાલ
પંચમહાલ જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવા તેમજ પ્રોહી લિસ્ટેડ બુટલેગરો ઉપર પાસા તથા તડીપારની અસરકારક કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડ સાહેબ હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.ચૌધરી નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રે પો.સ્ટે.ના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા પ્રોહી લિસ્ટેડ બુટલેગર દિલીપ ઉર્ફ દિલો સામતભાઇ રાઠોડની વિરૂધ્ધમા કાલોલ પો.સ્ટે. મા વિદેશી દારૂ પોતાના કબ્જામાં તથા વેચવાના તથા હેરાફેરી કરવાના પ્રોહીબિશન હેઠળના કુલ-૦૪ ગુન્હાઓ દાખલ હતા.દિલીપ નામના ઇસમની પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ ગોધરા નાઓને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા દિલીપ નામના ઇસમને પાસાધારા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે મોકલી આપવાનો હુકમ પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ ગોધરા નાઓ તરફથી મળતા પો.સ.ઇ જે.ડી.તરાલે ખાનગી બાતમી હકીકત મેળવી જરૂરી પોલીસ માણસો સાથે રાખી તેના ઘરે જઇ તપાસ કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ ભરૂચ ખાતે મોકલી આપવામાં આવ્યો છે,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.