અફીણના નાના-મોટા છોડો વજન ૧૪૭ કિલો ૦૨૦ ગ્રામ કિં.રૂ. ૧૪,૭૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ - At This Time

અફીણના નાના-મોટા છોડો વજન ૧૪૭ કિલો ૦૨૦ ગ્રામ કિં.રૂ. ૧૪,૭૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ


તા.૦૧/૦૩/૨૦૨૩

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડનાઓને ખાનગી બાતમી આધારે વીરપુર ગામથી સનાળા રોડ, પરબવાળી સીમ, તા.જેસર જી.ભાવનગરવાળાની માલીકીની વાડીમાં અફીણના નાના- મોટા છોડ વજન ૧૪૭ કિલો ૦૨૦ ગ્રામ કિં.રૂ. ૧૪,૭૦,૨૦૦/- તથા મોબાઇલ ફોન સહીત કુલ કિ.રૂા.૧૪,૭૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી,એસ ઓ.જી.ના અના. હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ગોહિલે જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આરોપીઓ.

દોલુભાઇ વિહાભાઇ ગોહિલ ઉ.વ.૪૭ રહે.ગામ વીરપુર, તા.જેસર, જી. ભાવનગર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદિશભાઇ મારૂ તથા હેડ કોન્સ. યુસુફખાન પઠાણ, મહાવિરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર, હારીતસિંહ ચૈાહાણ, મનદિપસિંહ ગોહિલ, મિનાઝભાઇ ગોરી, મુકેશભાઇ પરમાર, તથા ડ્રા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ સરવૈયા તથા ડ્રા.પો.કોન્સ. હારીતસિંહ ગોહિલ તથા જેસર પો.સ્ટે.ના એ.એસ.આઇ શક્તિસિંહ ગોહિલ તથા પો.કોન્સ જીવનભાઇ ભમ્મર તથા સંદિપભાઇ ઝંઝવાડીયા જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.