મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ વેલાણવાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ વેલાણવાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ વેલાણવાડા પ્રાથમિક શાળામાં "વાર્ષિકોત્સવ" ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ માં સરપંચ શ્રી, જિલ્લા સદસ્ય, વેલાણવાડા હાઈસ્કૂલ નાં આચાર્યશ્રી, મહિસાગર યુવા ફાઉન્ડેશન નાં સભ્યશ્રીઓ, આજુ બાજુના ગામ ના વડીલો, વિદ્યાર્થીનાં વાલીશ્રીઓ, ગામના અગ્રણીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તથા શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ અને સમગ્ર કર્મચારી ગણે સાથે મળી ને "વાર્ષિકોત્સવ" કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

વેલણવાડા પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ સાહેબ દ્વારા "મહીસાગર યુવા ફાઉન્ડેશન" ટીમ ને સારી કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરી પ્રોત્સાહીત પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ નાં અંતમાં ચા, નાસ્તા ની સગવડ પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon