સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલિસ સ્ટેશનની હદમાં બનેલ લુંટના ગુન્હાને અંજામ આપનાર ચાર ઇસમોને ગણતરીના કલ્લાકોમાં ૪-મોબાઇલ ફોન તથા એક સ્વિફટ ડિઝાયર ગાડી મળી કુલ્લે-૨,૮૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…..
સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલિસ સ્ટેશનની હદમાં બનેલ લુંટના ગુન્હાને અંજામ આપનાર ચાર ઇસમોને ગણતરીના કલ્લાકોમાં ૪-મોબાઇલ ફોન તથા એક સ્વિફટ ડિઝાયર ગાડી મળી કુલ્લે-૨,૮૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.....
---------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: ઇન્ચાર્જ પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લાના ગાંભોઇ પો.સ્ટે. ખાતે બનેલ લુંટ જેવા ગંભીર પ્રકારના ગુન્હાને શોધી કાઢવા સારૂ તાત્કાલીક અસરથી અલગ અલગ ટીમો બનાવી ગુન્હાને અંજામ આપનાર ઇસમોને પકડી પાડવા સુચન કરેલ..
જે સુચના આધારે એ.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સીં.બી.નાઓની રાહબરી હેઠળ ગુન્હામાં સામેલ ઇસમોને શોધી કાઢવા પોલિસ સબ ઇન્સ્પેક્ટર ટી.જે.દેસાઇ તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા એલ.સી.બી.સાબરકાંઠા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લીલાબેન,હેડ કોન્સ્ટેબલ જુલીયેટભાઇ,હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ,હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ,હેડ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર,હેડ કોન્સ્ટેબલ સનતકુમાર,પોલિસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ,પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુ,પોલિસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ,પોલિસ કોન્સ્ટેબલ વિજયકુમાર,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ,પો.કો.હર્ષદભાઇ, પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમાર,વુમન પોલીસ કોન્સ્ટેબલ મયુરીબેન,વુમન પોલીસ કોન્સ્ટેબલ નિલમબેન,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહનાઓની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમએ ગુન્હો શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોથી હકીકતો મેળવી અલગ અલગ દીશાઓમાં તપાસ હાથ ઘરવામાં આવેલ..
તે દરમ્યાન પોલિસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ,પોલિસ કોન્સ્ટેબલ નિરીલકુમારનાઓને સંયુકત રીતે ટેકનીકલ તથા હ્યુમનસોર્સીસથી બાતમી હકીકત મળેલ કે ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાં જે લુંટનો ગુનો દાખલ થયેલ છે તેના આરોપીઓ એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી નં.GJ01KF8109 ની લઇ ભિલોડા થી ગાંભોઇ તરફ આવી રહેલ છે.જે બાતમી આધારે બામણા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવેલ..
દરમ્યાન સદર બાતમી હકીકતવાળી સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવતા ગાડી રોકી લઇ અંદર બેઠેલ ઇસમોને પકડી પાડી તેઓનું નામઠામ પુછતા રોનકકુમાર રાહુલભાઇ ચૌધરી(પટેલ) રહે.દંતોડ,મહાદેવ મંદિર પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,માલવકુમાર કાન્તીભાઇ પટેલ (ચૌધરી) રહે.દંતોડ ગ્રામ પંચાયતની પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,સુમીતકુમાર છગનભાઇ પટેલ(ચૌધરી) રહે.દંતોડ દુધ ડેરીની પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,કિશનકુમાર કચરાભાઇ પટેલ(ચૌધરી) રહે,દંતોડ પ્રાથમિક શાળા પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠાનાઓ હોવાનું જણાવેલ હોઇ સદરી ચારેય ઇસમોની યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા કબુલાત કરેલ કે તેઓ ચારે ઇસમોએ મળી સ્વીફ્ટ ડીઝાયર VDI ગાડી નંબર-GJ01KF8109 ની લઇ મુનાઇ નજીક જઇ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી મોટા કોટડાથી ભોગ બનનારનો પીછો કરી ખેડતસીયા રોડ ઉપર આવેલ અરજણપુરા નજીક રોકી તેની પાસેનો મોબાઇલ ફોન લઇ ધમકીઓ આપી મોબાઇલ તોડી નાખી ભાગી ગયેલ હોવાની કબુલાત કરેલ હોઇ સદરી ચારેય ઇસમોને ગુન્હાના કામે અટક કરી વધુ તપાસ અર્થે ગાંભોઇ પોલિસ સ્ટેશન સોપવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ જેમાં રોનકકુમાર રાહુલભાઇ ચૌધરી (પટેલ) રહે.દંતોડ મહાદેવ મંદિર પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,માલવકુમાર કાન્તીભાઇ પટેલ(ચૌધરી) રહે.દંતોડ ગ્રામ પંચાયતની પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,સુમીતકુમાર છગનભાઇ પટેલ(ચૌધરી) રહે.દંતોડ દુધ ડેરીની પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા,કિશનકુમાર કચરાભાઇ પટેલ(ચૌધરી)રહે.દંતોડ પ્રાથમિક શાળા પાસે તા.વિજયનગર જી.સાબરકાંઠા.આમ,એલ.સી.બી.સાબરકાંઠા ધ્વારા ગણતરીના કલ્લાકોમાં ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટને અંજામ આપનાર ઇસમોને ઝડપી પાડવામાં વધુ એક સફળતા મળેલ છે.
રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.