જસદણની જીઆઇડીસીમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
જસદણની જીઆઇડીસીમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
જસદણ પુરવઠા વિભાગની તપાસ દરમિયાન જસદણની જીઆઇડીસી માંથી સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો છે.ભાજપના મહિલા સદસ્યાના પતિના ગોડાઉન માંથી અનાજનો જથ્થો મળી આવ્યો છે ત્યારે મહિલા સદસ્ય માધવી વસાણી ઉર્ફે સોનલ વસાણી ના પતિના ગોડાઉન હોવાનું આક્ષેપ છે તપાસ દરમિયાન ગોડાઉન માંથી 1164 kg ચોખા અને 428 કિલો ઘઉં નો જથ્થો મળી આવ્યો છે મહિલા સદસ્યના પતિ તેજસ વસાણી તથા બે લોકો વિરુદ્ધ તપાસ હાલ ચાલુ થઈ છે પુરવઠા અધિકારીએ ટેમ્પો તેમજ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં ઘઉં 11 કટ્ટા અને ચોખા 25 કટા મળી આવ્યા છે જેમાં ગોડાઉનના માલિક મહેશભાઈ ચાવડા પૂછતા કરતા તેજસભાઈ વસાણીને ભાડે આપવાનું સામે આવ્યું છે. ભાજપ મહિલા સદસ્ય સોનલ વાસાણી જસદણ તાલુકાના વોર્ડ નંબર છ ના સદસ્ય છે તેના પતિના ગોડાઉન માંથી ₹25,000 નો મુદ્દામાલ જપ્ત કર્યા ની સાથે પુરવઠા શાખા એ આગળની તપાસ આદરી છે. અનાજનો જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ભાજપના કાર્યકર્તા હોવાને કારણે હવે આગળ શું પગલાં લેવાશે આવશે કે કેમ ? કે પછી બેઠું પતી જશે જેવા અનેક પ્રશ્નોની લોક ચર્ચા જાગી ઉઠી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.