10 મિનિટ પહેલા પેપર ખોલાશે, 2 છાત્રની સહી ફરજિયાત - At This Time

10 મિનિટ પહેલા પેપર ખોલાશે, 2 છાત્રની સહી ફરજિયાત


સંલગ્ન તમામ કોલેજોના આચાર્યોને પરિપત્ર કરી સૂચના આપી

પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર પેપર ખોલનારે ભરવું પડશે

ઓક્ટોબર-2022માં થયેલા પેપરકાંડ બાદ અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાની બાબતમાં ગંભીરતા રાખવી હોય એમ પરીક્ષા દરમિયાન પેપર સીલપેક બોક્સ અને કવરમાંથી ખોલવા અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં રહેલું પેપરનું પેકેટ પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પહેલા જ કાઢવાનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.