પ્રેમલગ્ન કરનાર યુવતીને માવતરે બોલાવવાનું બંધ કરી દેતા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ - At This Time

પ્રેમલગ્ન કરનાર યુવતીને માવતરે બોલાવવાનું બંધ કરી દેતા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ


શહેરની શ્રીનાથજી સોસાયટીમાં દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના માવતર તરફથી છેડો ફાડી નાખતા લાગી આવ્યુ હતું અને ગતરોજ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, રામધણની પાછળ શ્રીનાથજી સોસાયટી શેરી નં.3/4ના ખુણા પાસે રહેતી શીતલબેન અક્ષયભાઈ પટેલ (ઉ.વ.20) ગતરોજ ઘરે એકલી હતી

ત્યારે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દરમિયાન કામેથી પરત ફરેલા તેના પતિ અક્ષયભાઈએ રૂમનો દરવાજો ખખડાવતા પત્નીએ દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતાં પત્ની લટકતી જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસનાં લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરતાં 108ના ઈએનટીએ તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસના પીએસઆઈ પી.પી.ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી

મૃતદેહને પીએમ અર્થે સીવીલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં મૃતકના સસરાએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર અક્ષયે દોઢ વર્ષ પહેલા શીતલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે તેનો પરિવાર આ સંબંધથી નારાજ હતો અને તેને તમામ સંબંધ તોડી નાખ્યા હતા જે બાદ શીતલે તેની માતાને મળવાનું નકકી કર્યું હતું. જે બાબતે તેની મોટી બહેને ના પાડતા લાગી આવતા પગલુ ભર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.