સાબલવાડના કાકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહરની શિવપુ - At This Time

સાબલવાડના કાકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહરની શિવપુ


સાબલવાડના કાકલેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહરની શિવપુજા કરાઈ

અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલ કાકલેશ્વર મંદિરમાં સાંજે છ થી સવારે છ વાગ્યાં સુધી ચાર પ્રહરની પુજા કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હિંમતનગર તા ૧૯
ઇડર તાલુકાના સાબલવાડના કાકલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી તહેવારે ભગવાન ભોળાનાથની ચાર પ્રહરની શિવપૂજા કરવામાં આવી હતી. ભોલેનાથની પૂજામાં 28 જેટલા પાટલાપુજા કરી દંપતીઓ અને શિવ ભક્તોએ શિવ ભગવાનની પૂજા અર્ચના કરી શિશ ઝૂકાવ્યું હતું.

આસપાસના ગામડાઓના શિવભક્તો ભોળિયા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અરવલ્લીની ગિરીમાળાઓ અને કુદરતી સાનિધ્યમાં આવેલ કાકલેશ્વર મંદિરમાં શિવભક્તોએ આધ્યાત્મિક આસ્થાનો અનુભવ કર્યો હતો.મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટ્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી સાબલવાડના કાકલેશ્વર મંદિર ખાતે આ ચાર પ્રહરની શિવપુજા કરવામાં આવે છે. આ ચાર પ્રહરની પુજા સાંજે છ વાગ્યે શરુ થઇ સવારે છ વાગ્યે પૂર્ણ થઇ હતી.

કાકલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરાયેલ ચાર પ્રહરની શિવપુજામાં સાબલવાડના બાળ શિવભક્ત વીર પટેલ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 8 વર્ષિય બાળભક્ત વીર પટેલ સાંજે છ થી સવારે છ વાગ્યાં સુધી જાગીને શિવપુજા કરી હતી. આકર્ષણનું કેન્દ્ર બનેલા બાળભકતે શિવતાંડવના શ્લોકોનું મોઢે ઉચ્ચારણ કરી શિવભક્તિ કરી હતી.ઉલ્લેખનીય છે કે બાળ શિવભક્ત વીર પટેલ 3 વર્ષની ઉંમરેથી જ શિવતાંડવઃ મોઢે કરી લીધું હતું.
સાબરકાંઠા

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.