ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ - At This Time

ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઝેડ.એન.ઘાસુરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આ કામગી૨ીમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે શીકરા ગામની સીમમાં મુકેશ જગા વેરાત (પટેલ) મુળ રહે શીકરા તા.ભચાઉ હાલે રહે મુંબઈ વાળાનું શીકરા બંધડી સીમા શેઢાની બાજુમાં મા૨ા૨ો તળાવડા વાળી સીમમાં જે ખેતર આવેલ છે.જે ખેતર તેમણે સુખડી પેટે મુકેશ મનજીભાઇ શામળીયા રહે.નવાગામ તા.ભચાઉ વાળાને વાવેતર કરવા આપેલ છે.જે મુકેશભાઇ લોધેશ્વર પાસે ચા ની હોટલ ચલાવે છે.જેથી તેણે ખેતરમાં ચોકીદાર તરીકે લક્ષ્મણ સનાભાઇ સંઘાર રહે.શીકરા તા.ભચાઉ વાળાને ૨ખેલ છે. જે ખેત૨ની ચોકી કરે છે.તેણે અને રાહુલ હોથીભાઇ છુછીયા (સંઘા૨) રહે.નવાગામ તા.ભચાઉ વાળાઓએ તથા બીજાઓએ સાથે મળી આ ખેત૨માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉતા૨ી વેચાણ અર્થે રાખી સંતાડેલ હાલતમાં પડેલ છે.જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઇ ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધો૨ણસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દામાલ: (૧) મેકડોવેલ્સ નં.૧કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૨૩૪૦ કિ.રૂ.૮,૭૭,૫૦૦/- (૨)ઓલસીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૮૦

કિ.રૂ.૬૭,૫૦૦/-

(3) મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીના ૧૮૦ મી.લી ના કવાટરીયા નંગ-૫૩૭૬ કિ.રૂ.૫,૩૭,૬૦૦/- કુલ કિ.રૂ: ૧૪,૮૨,૬૦૦/-

આરોપીઓ લક્ષ્મણ સનાભાઇ સંઘાર રહે.શીકરા તા.ભચાઉ, રાહુલ હોથીભાઇ છુછીયા (સંઘાર) રહે.નવાગામ તા.ભચાઉ તથા અન્યો, માલ મોકલનાર તપાસમાં નીકળે તે

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે ૨હી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.