ધંધુકા શહેર ખાતે આયુર્વેદિક આયુષ આરોગ્ય મેળો યોજાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર ખાતે આયુર્વેદિક આયુષ આરોગ્ય મેળો યોજાયો
3 હજારથી વધુ દર્દીઓએ મેળાનો લાભ લીધો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે સરકારના આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક આરોગ્ય મેળાનુ આયોજન સોનીની વાડી ખાતે કરવામાં આવ્યુ હતુ.આ મેળામાં 3 હજાર ઉપરાંત લોકોએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
ધંધુકા સોનીની વાડી ખાતે સરકારના આયુષ વિભાગના ઉપક્રમે આરોગ્ય મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથીના નિષ્ણાંત ડોક્ટર્સ ઉપસ્થિત રહયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આર્યુવેદ અને હોમિયોપેથીના નિષ્ણાંત ડોકટરો દ્વારા વિવિધ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને દવાઓ પણ આપવામાં આવી હતી. આયુષ વિભાગ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં યોગ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા માટેના વિવિધ આસનોની માહિતી પણ આપવામાં આવી હતી. અડવાળ ખાતેના હેલ્થ અને વેલનેશ સેન્ટરનુ ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર મેળાનુ આયોજન અડવાળ મેડીકલ ઓફીસર ડો.ભુપેન્દ્રસિંહ સોલંકી, ઉંચડી મેડિકલ ઓફિસર ડો.જાગૃતીબેન મકવાણા અને ધોળી મેડિકલ ઓફિસર ડો.દિપકભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.