ખાટું શ્યામ ભગવાનના અનોખા ભક્ત લુણાવાડા આવી પહોંચતા ભવ્ય સ્વાગત - At This Time

ખાટું શ્યામ ભગવાનના અનોખા ભક્ત લુણાવાડા આવી પહોંચતા ભવ્ય સ્વાગત


રાજસ્થાન રાજ્યના સીકર જિલ્લામાં આવેલા ખાટું શ્યામના સુપ્રસિદ્ધ ધામ પર સમગ્ર દેશ અને વિદેશથી લોકો દર્શનાર્થે તેમજ પોતાની માનેલ માનતા પુરી થતા ત્યાં આવે છે. ખાટું શ્યામજીના ભક્તો દેશ વિદેશમાં છે, જેમાં કેટલાક ભક્તો પદયાત્રા કરીને પણ ત્યાં પહોંચે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આવા જ એક ખાટું શ્યામ ભગવાનના અનોખા ભક્ત ચંદ્રપ્રકાશ ઢાઢન છે. જે દર શુક્લ પક્ષની અગિયારસના દિવસે મુંબઈથી ખાટુંશ્યામ ધામ પગપાળા પહોંચી ધ્વજા ફરકાવે છે અને ધન્યતા અનુભવે છે. તેમની આ સતત 39મી પદયાત્રા છે કે, જેમાં તેઓ એક ધજા લઈને પગપાળા જઇ રહ્યાં છે. ત્યારે ચંદ્રપ્રકાશ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવી પહોંચ્યા હતા. ત્યાં તેઓએ રોકાણ કરી પુનઃ ખાટું શ્યામજી તરફ જવા રવાના થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.