ભચાઉ ખાતે પુર્વ કચ્છ પોલીસ દ્વારા ભચાઉ રાપરના જરૂરીયાત મંદો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
પુર્વ કચ્છના લોકોને વ્યાજખોર લોકોના ત્રાસમાંથી મુકત કરાવવાના પ્રયાસના ભાગ રૂપે ગાંધીધામ બાદ પુર્વ કચ્છ પોલીસ દ્વારા આજે ભચાઉ ખાતે ભચાઉ અને રાપરના લોકો માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભચાઉમાં લેવા પટેલ' બોર્ડીંગ ખાતે આયોજીત' મેળામાં પુર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, ભચાઉના નાયબ પોલીસ વડા સાગર સાંબડા, ભચાઉ? નગરપાલિકાના પ્રમુખ કલાવંતીબેન જોષી, રાપર સુધરાઈ પ્રમુખ અમરતબેન' વાવીયાના પ્રતિનિધિ વાલજીભાઈ વાવીયા, હઠુભા સોઢા વિગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતાં. ' અગ્રણીઓએ પ્રાસંગીક વકતવ્યમાં' કાર્યક્રમના હેતુ અંગે સમજ આપી હતી પોલીસ' વડાએ' લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે વ્યાજથી પીડીત વ્યક્તિ અંતિમ પગલુ ભરતા પહેલા પોલીસનો જરૂર સંપર્ક કરો પોલીસ વિભાગ જરૂર તમને મદદરૂપ બનશે. વ્યાજખોરીના દુષણ ઉંચા વ્યાજદરથી ધીરાણ મેળવતો માણસ' વિપરીત સ્થિતિમાં મુકાય છે. દવા, શિક્ષણ, લગ્ન, સામાજિક જવાબદારી, નિભાવવામાં બધુ કરી' છુટે છે. વ્યાજખોરોની પીડા કરતા સરકારી યોજના ઉપર ભરોસો વધ્યો છે. વિવિધ સંસ્થાઓ તમારા આંગળે ઉભી છે ત્યારે તેનો લાભ લેવા અપીલ કરી હતી. પોલીસ પ્રશાસન દ્વારા ઝેરોક્ષ સહીતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મેળામાં હાજર તમામ લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે બેન્ક, ' જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ' સમાજ કલ્યાણ વિભાગ, દ્વારા સમજ આપવામાં આવી હતી. ૪૨૬ લોકોએ નોંધણી કરાવી હતી. ' ૨૧૦ લોકોએ લોન મેળવવા અરજી કરી હતી. અને ૮૫ લોકોએ ફોર્મ ભરીને ૬૫. ૮૧ લાખની લોન મેળવવા અરજી કરી હતી. આ વેળાએ' ભરતભાઈ કાવત્રા, ભચાઉ પી. આઈ ઝેડ. એન. ઘાસુરા, રાપર પી. આઈ વી. કે. ગઢવી, બાલાસર પી. એસ. આઈ ડી. એલ. ખાચર, આડેસર પી. એસ. આઈ બે. જી. રાવલ, આઈ. એન. બારોટ, હરેન્દ્રસિંહ જાડેજા વિગેરે' હાજર રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.