પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંગી ના મોડપર ગામની પ્રાથમિક શાળા માં કિશોરીઓના એચ.બી ચેક કરવા માં આવ્યા તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવા માં આવ્યું.
આર.કે.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત પી.એચ.સી જંગી માં આવતા મોડપર ગામ માં શાળા ની કિશોરીઓના એચ.બી ચેક કરવા માં આવ્યા તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી મેડિકલ ઓફિસર ડો. શનિ કરમટા અને ડો. આરતી મેમ ના માર્ગદર્શન હેઠળ જંગી ના મોડપર ગામ ની પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ યોજવા માં આવ્યો.
👉જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર ચેતનાબેન જોશી, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો. શોભાના સોલંકી તેમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર તેમજ જંગી સુપરવાઈઝર શાંતિબેન, આશા ફેસિલેટર, આશા વર્કર અને શાળા ના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.
👉જેમાં ન્યુટ્રીશન તેમજ આઈ. એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી. જેમાં ખોરાકના છ ઘટકો, લીલા શાકભાજી, મીઠો લીમડો, ગોળ, ખજૂર, સરગવો વગેરે વિષે સમજાવ્યું હતું.
👉જેમાં કિશોરી ઓના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા.
👉જે કિશોરીના એચ.બી ઓછા હતા તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યુ હતું.
👉જે કિશોરી નું એચ.બી વધારે હતું તેવી કિશોરી ને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું હતું.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.