દાંતા તાલુકાની મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે NSS યુનિટની ખાસ શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું - At This Time

દાંતા તાલુકાની મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે NSS યુનિટની ખાસ શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું


દાંતા તાલુકાની મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે NSS યુનિટની ખાસ શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું જેમાં મોટાસડા ગામ પંચાયત ના ડે. સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ બારડ સાહેબ તથા ગામના મોટી સંખ્યામાં ગામજનો તથા શાળાના પરિવાર ના તમામ શિક્ષક ભાઈ બહેનો હાજર રહયા હતા. આ સમારોહની શરૂઆત શિબિરમાં ભાગ લેનાર બહેનો દ્વારા પ્રાર્થના અને સ્વાગતથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળા ના આચાર્યશ્રી ડી.ટી.રાઠોડ સાહેબે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું તમામ મહેમાનોનું સુતરની આટી થી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રસિંહ બારડ પણ બાળકોને NSS ની પ્રવૃત્તિ થી બધાને વાકેફ કરેલા અને પ્રોગ્રામ ઓફિસરશ્રી પંકજભાઈ પટેલ સાહેબે NSSની શરૂઆત કેવી રીતે થઈ તેનું કાર્ય શુ છે અને વિદ્યાર્થીઓ ના જીવનમાં કેવીરીતે ઉપયોગી થાય તેની ઝીણવટ પૂર્વક માહિતી આપી હતી અને અંતમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકાબેન શ્રી રેખાબેને આભાર વિધિ કરીને સૌ મહેમાનો નો આભાર માનેલ શાળાના આચાર્યશ્રી ડી.ટી.રાઠોડ સરે તમામ સ્વયં સેવકો તથા શાળાના સિનિયર કલાક શ્રી અજીતસિંહ ગેલોત પ્રોગ્રામને સફળ બનાવવા તથા આ ઉદ્દઘાટન સમારોહનું સફળ સંચાલન કરવા બદલ પ્રોગ્રામ ઓફિસરશ્રી પંકજભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીને પ્રોત્સાહિત કરેલ સમારંભ ની પૂર્ણાહુતી બાદ બધા એ સાથે ભોજન પણ લીધું હતું
ભોજન બાદ શિબિરના સ્વયંસેવકો એ રેલી કાઢી સૂત્રો ચાર પણ કાર્ય હતા આમ અમારો આ શિબિરનો બીજો દિવસ પણ ખૂબ ખુશ મય રીતે પૂર્ણ થયો

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.