હીટવેવની સંભાવના અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારી ઓને માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કરતા જિલ્લા કલેક્ટર
હીટવેવની સંભાવના અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કરતા જિલ્લા કલેક્ટર
બોટાદ જિલ્લા કલેક્ટર ની કચેરી ખાતે યોજાયેલી ગવર્નીંગ બોડી/જિલ્લા આરોગ્ય સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહએ નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ અને હ્યુમન હેલ્થ અન્વયે આગામી ઉનાળાની ઋતુમાં હીટવેવની સંભાવના અંતર્ગત આરોગ્ય શાખાના અધિકારી ઓને માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર એ જણાવ્યું હતું કે, હીટવેવથી ડરવું ન જોઈએ પરંતુ યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે. તમામ નાગરિકોને હીટવેવથી રક્ષણ મળે તે માટે આરોગ્ય શાખાની સુસજ્જતા અનિવાર્ય છે. વધુ પડતી ગરમી પડે તેવી સ્થિતીમાં પ્રિકોશનના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા કલેક્ટરશ્રીએ તમામ અધિકારી ઓને માર્ગદર્શિત કર્યા હતા.
Report By Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.