આસ્થા ફાઉન્ડેશન ધંધુકાના સહયોગથી રાજપરા ગીરમાં ગઢવી સમાજનો સમૂહલગ્ન યોજાયા. - At This Time

આસ્થા ફાઉન્ડેશન ધંધુકાના સહયોગથી રાજપરા ગીરમાં ગઢવી સમાજનો સમૂહલગ્ન યોજાયા.


અમદાવાદ જીલ્લા ના આસ્થા ફાઉન્ડેશન ધંધુકાના સહયોગથી રાજપરા ગીરમાં ગઢવી સમાજનો સમૂહલગ્ન યોજાયા.
સમૂહ લગ્નોત્સવમાં ચારણ-ગઢવી પરિવારના 14 નવયુગલે પ્રભુતામાં પગલા માંડ્યા.
આસ્થા ફાઉન્ડેશન ધંધુકા અને યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકાના ચેરમેન ઉપેન્દ્રસિંહ દીપસિંહજી ચાવડા દ્વારા તા 11 ફેબ્રુઆરી એ વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે દીકરી તુલસીનો ક્યારો શીર્ષક હેઠળ રાજમા ગઢવી એક સાહિત્યકારના સૈયારા પ્રયાસથી ગીર નેહડામાં પ્રથમ ચારણ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.
આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડયા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ આ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય દાતા ધંધુકા તાલુકાના જાળીયા ગામના ઉપેન્દ્રસિંહ દીપસિંહજી ચાવડા દ્વારા આ લગ્નનો તમામ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નોત્સવ જનકસિંહ બાપુ અમરધામ છલાળા, વિજયસિંહ ભુવા, દાનબાપુ પચ્છમધામ, તેમજ રાજકીય આગેવાનો કાનભા ગોહિલ રજોડા, જીતુભાઈ વાધાણી દિલીપભાઈ સંગાણી અમરશીભાઈ ડેર, ચેતનસિંહ ચાવડા, શિવાભાઈ સોલંકી કૌશિકભાઈ વેકરીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.