સાયલા હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાન સાથે ઇન્સ્યોરન્સના બહાને ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા.
તા.11/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વર્તમાન સમયમાં ઓનલાઈન બેંકીંગ સાથે સાયબર ગઠિયાઓ દ્વારા મોબાઈલમાં વિવિધ લલચામણી ઓર આપી ઓનલાઇન છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આવી જ એક ઓનલાઇન ઠગાઇનો ભોગ સાયલાનો હોમગાર્ડ જવાન બન્યો છે વીમાના પૈસા ક્રેડીટ કાર્ડમાંથી ના કપાવવા માટેની ખોટી માહિતીસભર લાલચો આપી ઓટીપી આપ્યાના પછીના દિવસે યુવાનના ખાતામાંથી રૂ. 45 હજારથી વધુની રકમ ઉપડીજતા તે બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સાયલાના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા ભાવેશભાઇ ત્રીકમભાઇ અઘારાને ગત તા.9 મી ડીસેમ્બરે બે અલગ અલગ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો સામા છેડેથી વાત કરતા શખ્સ દ્વારા તમારા વીમાના પૈસા ક્રેડીટ કાર્ડમાંથી કપાવાના છે તે ના કપાવવા હોય તો હું કહું તેમ કરો કહ્યું હતું ગઠીયા દ્વારા શેનમાં કરાયેલી લોભામણી વાતોને લઇ ભાવેશભાઇ દ્વારા પોતાના મોબાઇલમાં આવેલ ઓટીપી મોકલ્યા બાદ રહી રહીને માન થયેલ કે તેમની સાથે કદાચ ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી છે તે બાબતે તેઓ ચિંતિત થઇ ગયા હતા બીજા દિવસે સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં તપાસ કરતા તેમના ખાતામાંથી ફ્ક્ત ચાર મીનીટના ટુંકા ગાળામાં ત્રણ ટ્રાન્ઝેકશન દ્વારા રૂ. 45, 676 જેટલી રકમ કોઇએ ઉપાડી લીધાની જાણ થતા તેઓએ સબંધિત જગ્યાઓ પર આ બાબતે જાણ કરી હતી પરંતુ આજદિન સુધી પોતાના પૈસા પાછા નહીં આવતા તેમના દ્વારા અજાણ્યા નંબરો પરથી કોલ કરનાર સાયબર ગઠીયાઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાઇ છે ઓનલાઇન છેતરપીંડી કરનાર તત્વો દ્વારા વિવિધ તરકીબો અજમાવી લોકોને ફ્રેનમાં ભોળવી, લલચાવી કરાતી ઠગબાજીનો ભોગ દરરોજ સેંકડો લોકો બનીને પોતાની બચત ગુમાવી રહ્યા છે, ત્યારે આવા તત્વોથી સાવધાન રહેવા સાથે આવા કોલ આવે ત્યારે ઓટીપી કે અન્ય માહીતી સામાવાળાને નહીં આપતા પોલીસ વિભાગે અપીલ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.