ઈકરા શૈક્ષણિક સંકુલ ખાતે દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

ઈકરા શૈક્ષણિક સંકુલ ખાતે દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો


ઈકરા શૈક્ષણિક સંકુલ ખાતે દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
જેમાં ચેરમેન ટ્રસ્ટી શ્રી સલીમભાઈ બિલખીયા- મુંબઈ ખાસ ઉપસ્થિત રહ્યા. સલીમભાઈના માતા શ્રી આયશા બેન બિલખીયા જસદણ વાળા ના નામથી સ્થપાયેલ આયશા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી ધોરણ 1 થી 10 પ્રાથમિક તેમજ માધ્યમિક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વિભાગ જે છેલ્લા દસ વર્ષથી સમાજના તથા વિસ્તારના ગરીબ અને પછાત બાળકોને એકદમ નજીવી ફી માં તેમજ 25% બાળકોને તદ્દન મફત દિનની તથા દુનિયાવી તાલીમ આપી રહ્યું છે
આજે પણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ નો એક જ હેતુ છે કે આ વિસ્તારના પછાત અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને પોતાના પગ પર બની ને પોતાના પરિવારનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે તે માટે દીની ને દુનિયાવી તાલીમ સારી રીતે મેળવી રહ્યા છે છેલ્લા દસ વર્ષ દરમિયાન સંસ્થાની સેવાકીય અને શૈક્ષણિક કામગીરી અવિરત ચાલી રહી છે તેમાં ચેરમેન ટ્રસ્ટી શ્રી સલીમભાઈ બિલખીયા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંચાલક એવા રફિકભાઈ મીઠાની તેમજ મીઠાણી પરિવાર ના સદસ્યો સલીમભાઈ મીઠાની ફરૂકભાઈ કયુમ ભાઈ તેમજ છેલ્લા 10 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે સ્કૂલમાં નિસ્વાર્થ સેવા આપતા શુભાંગીનીબેન સોલંકી નો મોટુ યોગદાન રહેલ છે આજના આ દશાબ્દી મહોત્સવ વાર્ષિક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2021/ 22 માં જે વિદ્યાર્થીઓ અગ્ર ક્રમે આવેલ હતા તેઓને શીલ્ડ આપી સન્માન કરેલ હતું અને સ્કૂલ બેગ ટ્રસ્ટી શ્રી ઓ અને સન્માનિત આમંત્રિત ડોક્ટર ટીમ જસદણની સેવાકીય સંસ્થાઓ ના હોદ્દેદારો તેમજ સમાજના હોદ્દેદારો તેમજ શાળા પરિવાર તરફથી ફ્રી માં અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા
આ પ્રોગ્રામમાં જસદણના નામાંકિત સેવાભાવી અભિગમ ધરાવતા ડોક્ટર ટીમ માં ડોક્ટર ભરત ભેટારીયા સાહેબ ડોક્ટર કુશલ સામાણી સાહેબ ડોક્ટર રીંકલ સામાણી મેડમ કે જેઓએ જસદણ શહેરના જરૂરિયાત મંદ દર્દીઓનું હંમેશા આત્મીયતાથી સેવા ભાવથી નિદાન અને સારવાર કરી રહ્યા છે કોરોના કાળમાં પણ સાચી સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે તેવા ડોક્ટર શ્રીઓની ટીમનું ઈકરા શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા ખાસ સન્માન કરેલ તેમજ ત્યાં હાજર રહેલ સેવાકીય સંસ્થાઓ પાટીદાર શૈક્ષણીક ભવન, વિવેકાનંદ મોક્ષ ધામ સમિતિ માનવસેવા સમિતિ, આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ, નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ અને જસદણ પત્રકાર સંઘ ના સભ્યો સામાજિક સંસ્થાઓ સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાત સિપાહી મુસ્લિમ જમાત
આરબ મુસ્લિમ જમાત તેમજ અન્ય સમાજના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અને હોદ્દેદારોનું પણ સન્માન કરેલ હતું. કાર્યક્રમ ના અંતે સંચાલક શ્રી રફીક ભાઈ મીઠાણી એ આમંત્રીત સન્માનનીય મહેમાનો એ પધારી ને આપેલ સહકાર ને વધાવી ને આભારવિધિ કરેલ હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.