દામનગર શહેરમાં સૌનો સાથ,અમુક વિસ્તારોમાં પાઈપ લાઈન તૂટવાથી પાણીનો વેડફાટ
દામનગર શહેરમાં સૌનો સાથ,અમુક વિસ્તારોમાં પાઈપ લાઈન તૂટવાથી પાણીનો વેડફાટ..
દામનગર શહેરમાં સૌનો સાથ,અમુક વિસ્તારોમાં પાઈપ લાઈન તૂટવાથી પાણીનો વેડફાટ...
ગુજરાતમાં નગરપાલિકાઓના
અંધેર વહીવટને કારણે તેમજ દૂરંદેશી ના અભાવે ૧૩ જેટલા નગરપાલિકાના વિસ્તારોના આજ સુધી જાહેર લાઈટ જોડાણો કપાઈ જવાને કારણે ભા. જ. પ.ના શાસનમાં કેવો વહીવટ થઈ રહ્યો છે તે વિકાસના નામે દેખાય રહ્યો છે.અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દામનગર નગરપાલિકાની હદમાં આવતો વિસ્તાર અવધ સોસાયટીમાં ( સ્વા.ગુરુકુળની સામે, ભુરખીયા રોડ ) છેલ્લા ૧૫ દિવસ થી જાણકારી મુજબ પાણીની પાઈપ લાઈન તૂટી જવાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.આ વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની પણ ચર્ચા છે. સત્તાધીશો દ્વારા શહેરમાં તૂટેલી પાઈપ લાઈન રિપેર કરે અને પાણીનો થતો વેડફાટ બંધ કરાવે એવી શહેરીજનોની માંગ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.