માંગરોળ વાલ્મિકી સમાજ માં સંત રોહિદાસ જી મહારાજ ની ઉજવણી નગર ના સંગઠનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા સુંદર ઉજવણી
માંગરોળ વાલ્મીકિ સમાજ ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે સંત રોહિત દાસ મહારાજ ની જયંતી ની ઉજવણી કરવામાં આવી,,,
માંગરોળ,,, માંગરોળ વાલ્મીકિ સમાજ ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે મહા સુદ પૂનમ ના રોજ સામાજિક સમરસતા સમિતિ માંગરોળ દ્વારા માંગરોળ મુકામે સંત રોહિત દાસ ની જન્મ જયંતિ નો ભવ્યકાર્યક્રમ યોજાયો પ્રથમ સંતો તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતું, જેમાં સંત રોહિતદાસ દ્વારા સમાજ માટે આપાયેલ સંદેશ અને તેમના પુણ્ય કર્મ ને યાદ કરી સમાજ માટે જરૂરિયાતની સમજણ સંઘ ના વિસ્તારક રમણીક ભાઈ રાઠોડ દ્વારા આપવા માં આવી હતી,
આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર ના સંત શ્રી પુર્ણ પ્રકાશ સ્વામીજી, રામદેવજી મંદિર ના પૂજારી હરીરામ બાપુ તેમજ ડો, કેતન ભાઈ ચોપડા નું શાલ ઓઢાડી ફુલહાર થી આર એસ એસ, તેમજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સન્માન આવ્યું હતુ,
વિશાળ સંખ્યા માં ઉપસ્થિતિ સાથે સુંદર કાર્યક્રમ નું આયોજન સમાજ ની એકતા માટે થયેલ હતું, આ કાર્યક્રમમા વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, આર એસ એસ ના બાબુભાઈ વાજા, હીંગળાજ મંદિર ના મહંતશ્રી તરુણ બાપુ ગૌસ્વામી, વાલ્મીકિ સમાજ પ્રમુખ રમેશભાઈ ઝાલા, પ્રફુલભાઈ નાંદોલા વેપારી અગ્રણી હરીશભાઈ રુપારેલીયા, પંકજભાઈ રાજપરા, સેવા પ્રમુખ ધવલભાઈ જોષી સહીત વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સંચાલન કેતનભાઈ નરશાણા એ કર્યુ હતું,,,
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.