ધંધુકા ખાતે બોટાદમાં બનેલ બળાત્કાર રેપમાં મામલતદાર ને આવેદનપત્ર અપાયું. - At This Time

ધંધુકા ખાતે બોટાદમાં બનેલ બળાત્કાર રેપમાં મામલતદાર ને આવેદનપત્ર અપાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે બોટાદમાં બનેલ બળાત્કાર રેપમાં મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
બોટાદમાં બનેલા ૯ વર્ષની માસુમ બાળકીના બળાત્કારને અનુલક્ષીને મામલતદાર સાહેબશ્રીને મામલતદાર કચેરી ધંધુકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બળાત્કારનો ભોગ બનેલી દીકરીને ન્યાય મળે, બળાત્કારીને ફાંસીની સજા થાય અને આવું દુષ્કર્મ કરનાર હજાર વાર વિચાર કરે એવી માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ધંધુકા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ, રાષ્ટ્રીય એસ.સી/એસ.ટી વિકાસ પરિષદ ધંધુકા, વિરાટ દેવીપૂજક સંઘ તથા ધંધુકા સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.સમાજના જાગૃત લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
"આજે આ દીકરી છે, કાલે આપણી બેન કે દીકરી હોઈ શકે છે"
બેટી બચાવો, બેટી પઢાવો
ના નારાને સાર્થક કરીએ...
આરોપીને ફાંસી આપોની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.