આજ રોજ વંથલી ના સખર ભવન ખાતે સર્વ રોગ નું મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું …
હતું જેમાં સવારે વિધિવત્ રીતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી દર્દીઓ ના લાભાર્થી કેમ ખુલો મુકાયો હતો ઉપસ્થિતિ મહાનુભાવો નું વંથલી ની અગ્રણી જાણીતી સંસ્થા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ફોલ હર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
સાબ્દિક પ્રવચનમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ ના વડા અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન જુનાગઢ ના નામાંકીત ડો.ડી.પી ચોખલિયા એ જણાવ્યું હતું કે કેમ્પ નો ઉદ્દેશ ગરીબ દર્દીઓની સેવા કરવાનો હોય આ કેમ્પના માધ્યમ થી આવેલા દર્દીઓની વધુ સારવાર ની જરૂરિયાત જણાય તો ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ મફત સારવાર કરી આપવાની જાહેરાત કરી હતી જ્યારે આયોજક સંસ્થા ના પ્રમુખ ઇરફાન સાહે તમામ ડોકટરોની સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વંથલી નગર પાલિકા પ્રમુખ સિરાજ વાજા વંથલી સરકારી હોસ્પિટલ ના અધિક્ષક સિકંદર પરમાર અગ્રણી વેપારીઓ અરજણદાસ પંજાબી પરબતભાઇ જાદવ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.