ટ્રાફિક સિગ્નલ તોડી ભાગવા જતા બાઇક સ્લીપ થયું:પોલીસે રોકતા ચાલકે સાગરીતોને બોલાવી હુમલો કર્યો - At This Time

ટ્રાફિક સિગ્નલ તોડી ભાગવા જતા બાઇક સ્લીપ થયું:પોલીસે રોકતા ચાલકે સાગરીતોને બોલાવી હુમલો કર્યો


રૈયા ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં એક શખ્સ પોતાનું બાઈક લઇ નાસવા જતા બાઈક સ્લીપ થયું હતું.બાદમાં પોલીસે તેને રોકી અટકાવી લાયસન્સ અને જરૂરી કાગળો માંગતા ચાલકે માથાકૂટ કરી હતી અને ટ્રાફિક હેડકોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,ટ્રાફિક શાખાના હેડકોન્સ્ટેબલ મહમદતાલીબ દાઉદભાઈ ચાનીયા રૈયા ચોકડી ખાતે ટ્રાફીક નીયમન કરવાની કામગીરીમાં હતા ત્યારે સાથે ટી.આર.બી. પરીહાર ગણેશ એમ અમો બન્ને રૈયા ચોકડી ખાતે વાહન ચેકીંગ તથા ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા.તે દરમ્યાન બપોરના આશરે કલાક ત્રણેક વાગ્યાના અરસામા એક્સેસમાં ડબલ સવારીમા રૈયા ગામ તરફથી રૈયા ચોકડી તરફ આવતુ હોય તે સમયે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તેમ છતા બાઇક બેદરકારી પુર્વક ચલાવી સિગ્નલ તોડી નિકળવા ભાગવા જતા ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા સ્લીપ થયું હતું.
બન્ને રસ્તા પર પડી ગયેલ જેથી હું તથા પરીહાર ગણેશ ત્યા ગયેલ અને મો.સા નંબર જોયેલ જેના જીજે-03.એમજી.0856 જોવામાં આવેલ અને મે તે વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયન્સ અને જરૂરી કાગળો માંગેલ તેમજ ટ્રાફીક સીગ્નલ તોડવા માટેનુ કારણ પુછતા તે અમારી સાથે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા અને કહેલ કે તુ આ પોલિસ વાળા ને કે મારૂ નામ રાહુલ કીહલા છે અને તેનાથી કાંઇ નહી થાય તેમ કહી આ રાહુલે ફોન કરી તેના અન્ય ઓળખીતાઓ ને રૈયાચોકડી ખાતે બોલાવતા થોડીવારમાં તેના ઓળખીતા માણસો આવી ગયા હતાં.
આ રાહુલે કહેલ કે આવો ગોપાલભાઇ, ભાવેશભાઇ,જીવણભાઇ ને મળી તેમની સાથે વાત કરી આ પાંચ લોકો એ એક સંપ કરી અમારી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો અને અમને મારી નાખવાની ધમકી આપી કહેવા લાગેલ કે અહિયા ચોકમાં એકલા જ નોકરી કરવાની હોય ધ્યાન રાખજે જેથી મે પોલીસને બોલાવી લીધી હતી.તે દરમ્યાન કોઈએ 108 ને ફોન કરેલ હોય 108 આવી જતા રાહુલને લઇને સરકારી હોસ્પિટલ જતી રહેલ ઍક્સેસનો ચાલક રાહુલ,તેની પાછળ બેસેલ હીતેષ,ગોપાલભાઇ,ભાવેશભાઇ,જીવણ ભાઇ એ એક સંપ કરી અમારી સરકારી ફરજમાં રુકાવટ કરી હતી.આ બનાવમાં ચાર શખ્સોને સકંજામાં લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.