ઇડરના પાનોલ ખાતે સગર્ભા માતાઓને આરોગ્ય શિક્ષણનોકાર્યક્રમ યોજાયો - At This Time

ઇડરના પાનોલ ખાતે સગર્ભા માતાઓને આરોગ્ય શિક્ષણનોકાર્યક્રમ યોજાયો


ઇડરના પાનોલ ખાતે સગર્ભા માતાઓને આરોગ્ય શિક્ષણનો કાર્યક્રમ યોજાયો

માતા અને બાળકોના પોષણ અને આરોગ્ય ની સારી ટેવો માટે આપણા સહિયારા પ્રયાસ ની જરૂર છે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ

સાબરકાંઠા ઇડરના પાનોલ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહની ઉપસ્થિતિમાં સગર્ભા માતાઓને પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે ઉપસ્થિત સગર્ભા માતાઓને તથા નવજાત બાળકોને પ્રથમ માસ થી જરૂરી સારવાર, પોષણ શિક્ષણ અને સલામતી માટે સરકારી હોસ્પિટલ ખાતે જ સુવાવડ કરાવવાની અગત્યતતા પર ભાર મૂકી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સગર્ભા માતાઓને સ્તનપાનની યોગ્ય રીત અને ફાયદા તથા માંદગી દરમિયાન અને માંદગી બાદ સ્તનપાનના ફાયદા, બાળકોને ઉપરી આહારના મહત્વ બાબતે માર્ગદર્શન આપ્યું.
કડિયાદરા આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રી અને સી.એચ.ઓ દ્વારા પાંડુ રોગના ચિન્હો, લક્ષણો અને આર્યન ફોલિક એસિડ અને કેલ્શિયમ ગોળી ના મહત્વ અંગે તથા અન્ય મહત્વના આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપી માતાઓને ખજુર વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. રાજ ચૌધરીનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા વૃદ્ધિ પ્રોજેકટના સહયોગથી સમગ્ર જિલ્લામાં ગત જાન્યુઆરી માસમાં આજ પ્રકારેના આયોજન અનુસાર ૧૦૭૦ બેઠકો યોજી ૧૫૦૦૦ ઉપરાત લાભાર્થીઓને આરોગ્ય, માતૃબાળ કલ્યાણ, પોષણ શિક્ષણ, સ્તનપાનની સુધારેલી રીતો અંગે નિદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાનોલ ગામના લોક આગેવાનશ્રીઓ, ગ્રામ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, સી.ડી.પી.ઓ.શ્રી, તથા મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.