*GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ* *ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા લેવાનાર તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની પરીક્ષા મોકૂફ રખાઈ છ
*GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ*
*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા લેવાનાર તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની પરીક્ષા મોકૂફ રખાઈ છે.*
જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.