નોકરીનો મેળ ન પડતા યુવાને બગીચામાં જઈ ઝેરી દવા પીધી - At This Time

નોકરીનો મેળ ન પડતા યુવાને બગીચામાં જઈ ઝેરી દવા પીધી


રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ રહેતા 22 વર્ષીય યુવાને બિગ બાઝાર પાછળ બગીચા નજીક ઝેરી દવા પી લીધી હતા. આથી તેને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. યુવાનના જણાવ્યા મુજબ પોતે માતા-પિતાનો એકનો એક પુત્ર છે અને બીસીએના ત્રીજા વર્ષમાં એચ.એન. શુક્‍લા કોલેજમાં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી તે નોકરી શોધતો હતો. પરંતુ નોકરીનો મેળ પડતો ન હોઇ ટેન્‍શનને કારણે ઘરેથી નીકળ્‍યો હતો અને આંટાફેરા કરતો બગીચા નજીક પહોંચ્‍યા બાદ ઝેરી દવા પી લીધી હતી. હાલ તાલુકા પોલીસે યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.