કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ભાડલા પોલીસે ઇસમની અટકાયત કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f984tcv3rjew9w2v/" left="-10"]

કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ભાડલા પોલીસે ઇસમની અટકાયત કરી


કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા ભાડલા પોલીસે ઇસમની અટકાયત કરી

ભાડલા પોલીસ સ્ટાફ ટીમ ભંડારીયા ગામ,બોઘરાવદર જતા રસ્તે વાહન ચેકીંગ કરતા તે દરમ્યાન બોઘરાવદર ગામ બાજુથી એક બોલેરો પીક-અપ વાહન શંકાસ્પદ હાલતમા સર્પાકારે આડુ અવળુ આવતુ જેને પોલીસે રોકી તપાસ કરતા પીકઅપ વાહન ચાલક કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા વાહન ચાલક નું નામ પુછતા પોતે પોતાનું નામ થોથરાતી જીભે ત્રુટક ત્રુટક શબ્દોમા શૈલેષભાઇ જેસીંગભાઇ સોલંકી ઉ.વ.૪૨ ધંધો ડ્રાઇ વીંગ રહે.રાજકોટ, દુધસાગર રોડ શીવાજી નગર-૦૨ ના ખુણા ઉપર તા.જી.રાજકોટ. વાળો હોવાનું જણાવેલ. જેથી હવાલા વાળુ પીક-અપ વાહન જોતા મહીન્દ્રા કંપનીની પીક-અપ વાહન હોય જેના આર.ટી.ઓ.૨જી નંબ- GJ-03-BW-2843 વાળુ હોય જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ગણી પોલીસે કબ્જે લીધેલ અને ઇસમ ગે.કા. પાસ પરમીટ તથા ડ્રા.લા.વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ પીક-અપ વા હન આર.ટી.ઓ.રજી. નંબ-GJ-03-BW-2843 કિ.રૂ.૨,૦૦,૦૦૦/—વાળુ સર્પાકારે રોડ પર આડુ અવળુ ચલાવી નીકળતા પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૫,૩,૧૮૧ મુજબનો ગુન્હો કરતા પોલીસે અટકાયત કરેલ.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]