ખાનપુરમાં ATM શરૂ કરવા પ્રજાની માંગ - At This Time

ખાનપુરમાં ATM શરૂ કરવા પ્રજાની માંગ


મહીસાગરના ખાનપુર તાલુકાના મુખ્ય મથક એવા ખાનપુરમાં ATM સુવિઘા શરૂ કરવામાં આવી નથી જેને લઇને લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. ખાનપુરમાં એક જ ગ્રામીણ બેન્ક છે. આ બેન્કમાં આજુબાજુના 40 જેવા ગામડાનો વ્યવહાર થાય છે. પરંતુ ATM ન હોવાથી બેન્કમાં લેવડ દેવડમાં સમય વેડફાય છે. અને ગ્રામજનો, વેપારીઓ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે.
ગ્રામજનો અને વેપારીઓ દ્વારા મૌખિક રજુઆત કરી હોવા છતાં ATM ફાળવવામાં આવતું નથી. દૂધ ડેરીના ગ્રાહકોના ખાતા PDC બેન્કમાં છે. ATMથી નાંણાનો ઉપાડ થાય છે. પરંતુ ગામમાં ATM ન હોવાથી ગ્રાહકોને બાકોર તેમજ લીમડીયા બ્રાંચમાં જવું પડે છે. ગામમાં ATM મુકવામાં આવે તેવી ગ્રામલોકો તથા વેપારીઓની માંગને ધ્યાનમાં રાખી કારટા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ માલીવાડ દ્રારા પણ ઉચ્ચ કક્ષાએ રાજુઆત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.