સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે જી૨૦સમિટ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ

સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે જી૨૦સમિટ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ માં G20 સમિટ અંતર્ગત "ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન એનર્જી અને ડિજિટલ પબ્લિક ગુડ્સ" વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેનું સંચાલન ડો કે એ જોષી અને પ્રો. રાજન તલસાણીયા દ્વારા કરવામાં આવેલ. જેમાં કોલેજના કુલ 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાંથી પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. G20 નું અધ્યક્ષ પદ ભારત દેશને મળેલું છે તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »